કુલ પેજ વ્યૂ

સોમવાર, 3 ઑક્ટોબર, 2011

ચાહુ છું...

વહેમના અંધકારથી થાકેલો હું,
સ્ત્યનો પ્રકાશ ચાહુ છું

કુબેરના ભંડારથી થાકેલો હું,
દિલની દાતારી ચાહુ છું

ઈર્ષાની આંધીથી થાકેલો હું,
પ્રેમની મમતા ચાહુ છું

ભાગ્યના ભણતરથી થાકેલો હું,
મહેનતનુ ચણતર ચાહુ છું

ગોષ્ટીનાં ગાંડપણથી થાકેલો હું,
જ્ઞાનીની ગડમથલ ચાહુ છું

વિચારોમાં અટવાયેલો હું,
જગનો પ્રેમ ચાહુ છું

-
રવિ સાપરીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો